બોલિવૂડ સ્ટાર્સે ફિલ્મફેર એવોર્ડ્સ 2023ની રેડ કાર્પેટને રંગીન બનાવી દીધી હતી. સલમાન ખાનથી લઈને આલિયા ભટ્ટ સુધી અનેક સ્ટાર્સે ફિલ્મફેરની ચમક વધારી. ‘ફિલ્મફેર એવોર્ડ્સ 2023’ માં, બોલિવૂડ ફિલ્મોને તેમના બેસ્ટ અભિનય અને કલાકારો માટે સન્માનિત કરવામાં આવે છે. આ વખતે આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીએ ફિલ્મફેરમાં સૌથી વધુ એવોર્ડ જીત્યા હતા. આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો, જ્યારે ભણસાલીને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો. શ્રેષ્ઠ અભિનેતાથી શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો, વાંચો સંપૂર્ણ યાદી
આલિયા ભટ્ટને ગંગુબાઈ કાઠિયાવાડીમાં તેના અભિનય માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.
Congratulations!
The Filmfare Award for Best Actor in a Leading Role (Female) goes to #AliaBhatt for #GangubaiKathiawadi at the 68th #HyundaiFilmfareAwards 2023 with #MaharashtraTourism. pic.twitter.com/RdstVHAgI4
— Filmfare (@filmfare) April 27, 2023
રાજકુમાર રાવને ફિલ્મ ‘બધાઈ દો’ માટે બેસ્ટ એક્ટર ઇન લીડિંગ રોલનો એવોર્ડ મળ્યો હતો.
Congratulations!
The Filmfare Award for Best Actor in a Leading Role (Male) goes to #RajkummarRao for #BadhaaiDo at the 68th #HyundaiFilmfareAwards 2023 with #MaharashtraTourism. pic.twitter.com/Q1e0VNWzZF
— Filmfare (@filmfare) April 27, 2023
સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.
દિગ્દર્શક સંજય લીલા ભણસાલીને ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ માટે બેસ્ટ ડાયરેક્ટર અને તે જ ફિલ્મ માટે બેસ્ટ ડાયલોગનો એવોર્ડ મળ્યો છે.
Congratulations!
The Filmfare Award for Best Director goes to #SanjayLeelaBhansali for #GangubaiKathiawadi at the 68th #HyundaiFilmfareAwards 2023 with #MaharashtraTourism. pic.twitter.com/cLxHKhUKTd
— Filmfare (@filmfare) April 27, 2023
અનિલ કપૂરને ફિલ્મ ‘જુગ જુગ જિયો’ માટે બેસ્ટ સહાયક ભૂમિકા પુરૂષ અને બેસ્ટ અભિનેત્રી સહાયક ભૂમિકા ‘બધાઈ દો’ માટે શીબા ચઢ્ઢાને એવોર્ડ મળ્યો હતો.
ભૂમિ પેડનેકરને ફિલ્મ ‘બધાઈ દો’ માટે અને તબ્બુને ‘ભૂલ ભુલૈયા 2’ માટે બેસ્ટ એક્ટર ક્રિટીક્સ ફીમેલ એવોર્ડ મળ્યો છે.
આ સાથે જ હર્ષવર્ધન કુલકર્ણીને ફિલ્મ ‘બધાઈ દો’ માટે બેસ્ટ ફિલ્મ ક્રિટિકનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
સંજય મિશ્રાને ફિલ્મ ‘વધ’ માટે બેસ્ટ એક્ટર ક્રિટિક્સનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
રાજકુમાર રાવની ફિલ્મ ‘બધાઈ દો’ને બેસ્ટ સ્ટોરી અને બેસ્ટ સ્ક્રીન પ્લે માટે ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો છે.
ફિલ્મ ‘ઝુંડ’ માટે અંકુશ ગેદમને બેસ્ટ ડેબ્યુ મેલ, ફિલ્મ ‘અનેક’ માટે એન્ડ્રીયા કેવિચુસાને બેસ્ટ ડેબ્યુ ફિમેલ, રાજીવ બરનવાલને બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર અને ફિલ્મ વધ માટે જસપાલ સિંહ સંધુને એવોર્ડ મળ્યો છે.