Skip to content
Thursday, November 5, 2026 Ahmedabad 34°C

આજે શેરબજારમાં કારોબાર થશે નહીં, મહારાષ્ટ્ર દિવસના કારણે બંને મુખ્ય એક્સચેન્જ બંધ રહેશે.

આજે શેરબજારમાં કારોબાર થશે નહીં, મહારાષ્ટ્ર દિવસના કારણે બંને મુખ્ય એક્સચેન્જ બંધ રહેશે.

જો તમે શેરબજારમાં રોકાણ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. આજે સોમવારે શેરબજાર બંધ રહેશે. આજે મે મહિનાની શરૂઆત 1 મે, 2023ના રોજ એક્સચેન્જો પર કોઈ કામ થશે નહીં. BSE પર ઉપલબ્ધ રજાના કૅલેન્ડર મુજબ NSE અને BSE બંને મુખ્ય એક્સચેન્જો મહારાષ્ટ્ર દિવસના કારણે બંધ રહેશે. માર્કેટમાં આગામી કારોબાર 2 મેના રોજ થશે.આ અગાઉ શુક્રવારે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 463 પોઈન્ટના વધારા સાથે 61,112 પર અને નિફ્ટી 150 પોઈન્ટના ઉછાળા સાથે 18,065 પર બંધ થયો હતો.

BSE અનુસાર ઇક્વિટી સેગમેન્ટ, ઇક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટ અને SLB સેગમેન્ટની સાથે કરન્સી ડેરિવેટિવ સેગમેન્ટ અને ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ સેગમેન્ટ પણ બંધ રહેશે. 1 મે, 1960 ના રોજ બોમ્બે રાજ્યના વિભાજન દ્વારા ભારતમાં મહારાષ્ટ્ર રાજ્યની રચના કરવામાં આવી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (MCX) પણ સવારના સત્રમાં એટલે કે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી ટ્રેડિંગ માટે બંધ રહેશે. જો કે, ભારતનું પ્રથમ લિસ્ટેડ એક્સચેન્જ સાંજના સત્રમાં એટલે કે સાંજે 5 PM થી 11:30 PM / 11:55 PM સુધી ખુલ્લું રહેશે.

શેરબજારમાં શુક્રવારે સતત સાતમા દિવસે તેજી જોવા મળી હતી.

શુક્રવારે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 463 પોઈન્ટના વધારા સાથે 61,112 પર અને નિફ્ટી 150 પોઈન્ટના ઉછાળા સાથે 18,065 પર બંધ થયો હતો. આજે સતત 7માં દિવસે બજારમાં તેજી જોવા મળી હતી. નિફ્ટી સપ્તાહમાં બે અને ક્વાર્ટર ટકા વધ્યો હતો. આ દરમિયાન નિફ્ટીમાં સમાવિષ્ટ ટાટા કન્ઝ્યુમરના શેરે 9% નું સકારાત્મક વળતર આપ્યું છે. જ્યારે એફએમસીજી સેક્ટરના દિગ્ગજ શેરો એચયુએલનો સ્ટોક 1.8% ઘટીને બંધ રહ્યો હતો.

 

Filed under Business

Share this story

Latest News

Other States

News from every corner of India.