શાહરુખ ખાનની ‘પઠાણ’ ફિલ્મમાં નેગેટિવ રોલમાં સફળતા બાદ જ્હોન અબ્રાહમને હવે સાઉથમાંથી પણ ફિલ્મોની ઓફર થઈ રહી છે. તેને મહેશબાબુની એક ફિલ્મમાં પણ નેગેટિવ રોલ ઓફર કરવામાં આવ્યો છે.
નિર્માતાઓને આ ફિલ્મ અખિલ ભારતીય સ્તર પર રિલીઝ કરવી છે.જેથી તેને બોલીવૂડના એક વિલનના રોલ ભજવનાર સ્ટારની જરૂર છે.
નિર્માતાની નજરમાં આ ફિલ્મના વિલનના રોલ માટે જ્હોન અબ્રાહમ યોગ્ય લાગે છે. જ્હોન ‘પઠાણ’ની સફળતા પછી વધુને વધુ એક્શન રોલ કરવા માગે છે.