ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચ પહેલા લખનઉ સુપર જાયન્ટ્સને મોટો ઝટકો લાગ્યો છે. સુત્રોમાંથી મળતા અહેવાલ મુજબ કે એલ રાહુલ હવે આ સિઝનમાં રમતા જોવા મળશે નહીં. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની છેલ્લી મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે રાહુલના ઈજા પહોંચી હતી. આ પછી તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો
રાહુલને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. હવે રાહુલ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ લખનઉની ટીમ માટે આ મોટો ઝટકો છે. આ સિવાય ટીમનો ઝડપી બોલર જયદેવ ઉનડકટ પણ ઈજાના કારણે IPLમાંથી બહાર થઈ ગયો છે. ઉનડકટને ખભામાં ઈજા થઈ છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની હાલત પણ નાજુક છે. પ્રેક્ટિસ સેશનમાં ઉનડકટને ઈજા થઈ હતી. આ બંને પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રમવા અંગે પણ સસ્પેન્સ છે.
રાહુલ બેંગ્લોર સામેની મેચમાં રન ચેઝ દરમિયાન ઓપનિંગ આવ્યો ન હતો પરંતુ અંતે તે ચોક્કસપણે લથડતા પગે ક્રીઝ પર પહોંચ્યો હતો. રાહુલે ત્રણ બોલ રમ્યા હતા પરંતુ એક પણ રન બનાવી શક્યો ન હતો. આ જ કારણ છે કે તેની ઈજા ગંભીર છે. રાહુલની ગેરહાજરીમાં કૃણાલ પંડ્યા ટીમની કમાન સંભાળી શકે છે. તેણે બેંગ્લોર સામેની મેચમાં પણ કેપ્ટનશીપ કરી હતી.