ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ કેએલ રાહુલના રમવા પર અત્યાર સુધી સસ્પેન્સ હતુ હવે તે સ્પષ્ટ થઈ ગયું છે. તેની ઈજા પર મોટું અપટેડ આવ્યું છે. તે મુજબ રાહુલ એમએસ ધોનીની સુપર કિંગ્સ વિરુદ્ધ મેચ રમશે નહિ, તેના સ્થાને ક્રુણાલ પંડ્યા ટીમનો કેપ્ટન હશે.ક્રિકબઝને મળેલી માહિતી મુજબ કેએલ રાહુલની ઈજા ગંભીર છે અને હવે બીસીસીઆઈ તેના ભાવિ લીગમાં રમવા અંગે નિર્ણય કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ મામલે નેશનલ ક્રિકેટ એકેડમીની મેડિકલ ટીમનો નિર્ણય મહત્વપૂર્ણ રહેશે.
7 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટસની ટક્કર જોવા મળશે. આ ટક્કરમાં આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વખત 2 ભાઈઓની કેપ્ટન તરીકેની રમત પણ જોવા મળશે.