બિહારની નીતીશ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. પટના હાઈકોર્ટે જાતિ ગણતરી પર પ્રતિબંધ મૂક્યો છે. પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વી. ચંદ્રનની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. આ મામલે આગામી સુનાવણી 3 જુલાઈએ થશે. એટલે કે હવે 3 જુલાઈ બાદ હાઈકોર્ટે ફરી ફેંસલો આપશે કે રાજ્ય સરકારની જાતિ આધારિત વસતી ગણતરીને આગળ વધારવી કે નહીં.
કેન્દ્ર જાતીઆધારિત વસ્તી ગણતરીના વિરોધમાં
નીતિશ સરકાર લાંબા સમયથી જાતિ ગણતરી કરાવવાના પક્ષમાં છે. નીતીશ સરકારે 18 ફેબ્રુઆરી 2019 અને ફરીથી 27 ફેબ્રુઆરી 2020 ના રોજ બિહાર વિધાનસભા અને વિધાન પરિષદમાં જાતિ ગણતરીની દરખાસ્ત પસાર કર્યો છે. જો કે કેન્દ્ર સરકાર તેની વિરુદ્ધમાં રહ્યું છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને સ્પષ્ટ કર્યું હતું કે, જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે નહીં. કેન્દ્રએ કહ્યું કે, ઓબીસી જાતિઓની ગણતરી કરવી એક લાંબુ અને મુશ્કેલ કામ.
બિહાર સરકારે ગયા વર્ષે જાતિ આધારિત ગણતરી કરવાનો નિર્ણય લીધો હતો. તેનું કામ જાન્યુઆરી 2023થી શરૂ થયું હતું. તે મે સુધીમાં પૂર્ણ કરવાનું હતું. પરંતુ હવે હાઈકોર્ટે તેના પર 3 જુલાઈ સુધી સ્ટે મુકી દીધો છે.