હવે કેરી, લીચી, કેળા જેવા પાક પણ કમોસમી વરસાદના કારણે બરબાદ થઈ રહ્યા છે. સરસવને લઈને પણ રાજ્ય સરકારને રાહત મળી નથી. ખેડૂતોએ પોતાનો પાક ખૂબ જ ઓછા ભાવે વેચવો પડી રહ્યો છે. ખેડૂતોને મોટુ નુકસાન વેઠવુ પડી રહ્યુ છે.
રિપોર્ટ અનુસાર સરસવના ભાવને લઈને હરિયાણામાં સ્થિતિ યોગ્ય નથી. ત્યાં ખેડૂતોને મોટુ નુકસાન થઈ રહ્યુ છે. હરિયાણામાં સૌથી વધુ સરસવની ખરીદી છતાં ખેડૂત આને એમએસપી પર વેચી શકતા નથી. રાષ્ટ્રીય કૃષિ બજાર એટલે કે ઈ નામ પ્લેટફોર્મ પર સરસવનું વેચાણ એમએસપી કરતા ઓછા ભાવે થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં સરસવનું ટ્રેડિંગ 1500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી થઈ રહ્યુ છે, ગયા વર્ષની સરખામણીએ 3000 રૂપિયા સુધી ઓછા ભાવમાં સરસવ વેચાઈ રહ્યુ છે.
સરસવનું એમએસપી 5450 રૂપિયા નક્કી.
રવી માર્કેટિંગ સિઝન 2023-24માં સરસવની એમએસપી 5450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે જ્યારે ખેડૂતોને આનો યોગ્ય ભાવ મળી રહ્યો નથી. અત્યારે ખેડૂત ઓપન બજારમાં સરસવ 4000થી 5000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના હિસાબે વેચવા મજબૂર છે. ગયા વર્ષે સરસવનો ભાવ 7500 રૂપિયાથી 8000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગયો હતો. આ વખતે ભાવ ઘટવાથી ખેડૂત ચિંતિત છે.
તેલના ભાવ કેમ ઘટી રહ્યા છે.
જોકે હવે એ એક પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે કે આખરે સરસવના ભાવ આટલા ઓછા કેમ થઈ ગયા છે. આની પાછળ કારણ જણાવાઈ રહ્યુ છે કે સરકારી આયાત નીતિઓમાં કંઈક ખામીઓ છે. કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ આયાતને પ્રમોટ કરવા માટે વર્ષ 2020 સુધી ખાદ્ય તેલો પર ડ્યૂટી 45 ટકા થઈ હતી. પામ ઓઈલ પર 5 ટકા સુરક્ષા શુલ્ક પણ લગાવી દેવાયુ. આને ઓક્ટોબર 2021માં જીરો કરી દીધુ. આ કારણે આયાત સસ્તુ થઈ ગયુ અને સરસવના ભાવ ખૂબ ઝડપથી ઘટી ગયા.