Tata Chemicalsએ FY2023ના માર્ચ ક્વાર્ટર માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો કોન્સોલિડેટેડ નફો રૂ. 709 કરોડ હતો, જે વાર્ષિક ધોરણે 62 ટકાની વૃદ્ધિ બતાવે છે. સારા ઓપરેટિંગ પ્રદર્શન અને ટોપલાઈનમાં મજબૂત વૃદ્ધિને કારણે કંપનીનો નફો જોવા મળ્યો છે. કામગીરીમાંથી આવક રૂ. 4,407 કરોડ રહી હતી. એક વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીએ તેમાં 26.6 ટકાનો વધારો જોવા મળ્યો હતો. બેઝિક કેમેસ્ટ્રી સેગમેન્ટમાં 32 ટકાનો વધારો થયો છે. વિશેષ ઉત્પાદનોમાં 4.4 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં આ જાણકારી આપી છે.
ઓપરેટિંગ લેવલ પર કોન્સોલિડેટેડ EBITDA 300 બેસિસ પોઈન્ટ્સના માર્જિન વિસ્તરણ સાથે 21.9 ટકાના દરે વાર્ષિક ધોરણે 47 ટકા વધીને રૂ. 965 કરોડ થયો છે. કારણ કે આ જ સમયગાળા દરમિયાન ઈનપુટ ખર્ચમાં 12 ટકાનો ઘટાડો થયો હતો.
ટાટા કેમિકલ્સે નાણાકીય વર્ષ 2022-23 માટે રૂ. 2,317 કરોડનો નફો નોંધાવ્યો હતો, જે પાછલા વર્ષની સરખામણીમાં નફામાં 84.2 ટકાનો વધારો દર્શાવે છે. આ સિવાય આવકમાં 33 ટકાનો વધારો 16,789 કરોડ રૂપિયા નોંધાયો છે.
ટાટા ગ્રૂપ કંપનીએ જણાવ્યું હતું કે “ભૌગોલિક વિસ્તારોમાં સારા ઓપરેટિંગ પરર્ફોમન્સ FY2022 કરતાં વધુ પ્રાપ્તિ અને કાર્યક્ષમ ખર્ચ વ્યવસ્થાપનને દર્શાવે છે.” બેઝિક કેમિસ્ટ્રી પ્રોડક્ટ્સના બિઝનેસમાં 39 ટકાનો વધારો થયો છે. સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ વિભાગે FY22 કરતાં FY23માં 13 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી.
શેર દીઠ રૂ. 17.50નું ડિવિડન્ડ જાહેર
કંપનીના CEO આર મુકુન્દને જણાવ્યું હતું કે “અમે આશા રાખીએ છીએ કે ટકાઉપણું વલણ નવી એપ્લિકેશન જેમ કે સોલાર ગ્લાસ અને લિથિયમની માંગમાં વધારો કરશે જે વૃદ્ધિને વેગ આપશે. અમારું ધ્યાન વિસ્તરણ પ્રોજેક્ટના સમયસર અમલ અને કાર્યક્ષમ ખર્ચ વ્યવસ્થાપન પર છે.” કંપનીએ ગયા નાણાકીય વર્ષ માટે શેર દીઠ રૂ. 17.50નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ટાટા કેમિકલ્સ કાચ, ડિટર્જન્ટ, ઔદ્યોગિક અને રાસાયણિક ક્ષેત્રોમાં અગ્રણી સપ્લાયર છે