બેંક(Bank) કર્મચારીઓ ટૂંક સમયમાં અઠવાડિયામાં માત્ર 5 દિવસ કામ કરવાની(Five Day Work in Bank) મંજૂરી મેળવી શકે છે. એક અહેવાલ અનુસાર યુનાઈટેડ ફોરમ ઓફ બેંક એમ્પ્લોઈઝ અને ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) લાંબા સમયથી ચાલી રહેલા પાંચ દિવસીય કાર્ય સપ્તાહ પર ચર્ચા સાથે આગળ વધ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર જો નોટિફિકેશન જાહેર કરવામાં આવે છે તો બેંક કર્મચારીઓ સોમવારથી શુક્રવાર સુધી કામ કરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારી સંગઠન અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવા માટે આદેશ મેળવી શકે છે.
દર શનિવારે રજા રહેશે.
ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી એસ નાગરાજને જણાવ્યું હતું કે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 25 મુજબ સરકાર દ્વારા દર શનિવારે રજા જાહેર થશે. તેમણે કહ્યું કે આ કરાર થોડા સમય માટે હતો અને તે પગારને આધીન નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર પણ આ માટે સંમત છે અને કહ્યું છે કે RBIએ પણ આ યોજના સ્વીકારવી જોઈએ.
કામના કલાકો વધશે.
આ આદેશ લાગુ થયા પછી કર્મચારીઓ દરરોજ સવારે 9:45 થી સાંજના 5:30 સુધી 40 મિનિટ વધારાનું કામ કરશે. હાલમાં બેંકો મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે.હાલની સ્થિતિમાં ગ્રાહકોમાં ભારે અસમંજસ જોવા મળી રહી છે. બેંક યુનિયનો ઘણા સમયથી પાંચ દિવસના કામની હિમાયત કરી રહ્યા છે.
મે મહિનામાં 12 દિવસ બેંક બંધ રહેશે
RBI ના લિસ્ટ મુજબ મે મહિનામાં બેંકો 12 દિવસ બંધ રહેશે. મહિનાની શરૂઆત પણ રજા સાથે થઈ છે. આ રજાઓ પૈકી કેટલીક એકસાથે લાગુ પડશે જ્યારે કેટલીક ચોક્કસ રાજ્યો અને પ્રદેશો અનુસાર લાગુ પડશે. આ 12 દિવસની રજામાં તમામ એકસાથે દરેક સ્થળે લાગુ પડતી નથી જોકે તેમાં 4 રવિવાર અને 2 શનિવારનો પણ સમાવેશ થાય છે.
મે 2023 માં બેંકની રજાઓની સંપૂર્ણ યાદી
1 May- મે ડે, મહારાષ્ટ્ર દિવસ (સોમવાર) – મહારાષ્ટ્ર ,આસામ, બિહાર, ગોવા, કર્ણાટક, કેરળ, મણિપુર, પુડુચેરી, તેલંગાણા, તમિલનાડુ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ
5 May – બુદ્ધ પૂર્ણિમા (શુક્રવાર) – દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, આસામ, બિહાર, ગુજરાત, અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ
7 May – રવિવાર – સાપ્તાહિક રજા
9 May – રવિન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ (મંગળવાર) – પશ્ચિમ બંગાળમાં બેંકો બંધ રહેશે
13 May – બીજો શનિવાર – સાપ્તાહિક રજા
14 May – રવિવાર – સાપ્તાહિક રજા
16 May (મંગળવાર) – સિક્કિમ સ્ટેટ ડે – સિક્કિમ
20 May – ચોથો શનિવાર – સાપ્તાહિક રજા
21 May – રવિવાર – જાહેર રજા
22 May – મહારાણા પ્રતાપ જયંતિ – સોમવાર – હિમાચલ પ્રદેશમાં બેંકો બંધ રહેશે.
27 May- ચોથો શનિવાર – જાહેર રજા
28 May – રવિવાર – જાહેર રજા