સાઉથના સુપર ડાયરેક્ટર એસ. એસ. રાજામૌલીએ એક-બે કે ચાર નહિ પણ દસ ભાગમાં ‘મહાભારત’ ફિલ્મ બનાવવાની ઈચ્છા પ્રગટ કરી છે.
એસએસ રાજામોલીએ એક વાતચીત દરમિયાન કહ્યુ ંહતુ ંકે, સૌથી વધુ લોકપ્રિય પૌરાણિક વિષય મહાભારત પર ફિલ્મ બનાવાનું મારું શમણું છે.એટલું જ નહીં આ ફિલ્મ એક-બે ભાગમાં નહીં પરંતુ ૧૦ ભાગમાં બનાવાની યોજના છે. રાજામૌલીનું કહેવું છે કે, જો હું મહાભારત બનાવાના પ્રયાસ કરું તો હાલ દેશમાં તેનાં જેટલાં વર્ઝન ઉપલબ્ધ છે તે બધાં વાંચતા જ એક વર્ષ લાગી જશે.
તેમણે વધુમાં કહ્યુ ંહતું કે, હું જે પણ ફિલ્મ હાલ બનાવું છે તેમાંથી મહાભારત બનાવવા માટે કાંઇક શીખી રહ્યો છું. મારું આ શમણું છે, જેને પૂરું કરવા માટે એ દિશામાં આગળ ડગ માંડીશ.
તમેણે એમ પણ જણાવ્યું હતું કે, મહાભારતને હુ ંમારી રીતે દર્શાવીશ,વાર્તા પણ મારા પ્રમાણે હશે.
તેમાં હું લોકોએ જે સાંભળ્યું અને વાંચન કર્યું છે તેવું નહીં હોય, પાત્રોને આગળ વધારવામાં આવશે અને પાત્રોની વચ્ચે અંતર-સંબંધ જોડવામાં આવશે.