હવે એક્ટરને લઈને એક મોટી જાણકારી સામે આવી રહી છે. જે અનુસાર અજય દેવગન એક વાર ફરી હોરર-થ્રિલર જૌનરની ફિલ્મમાં વાપસી કરવા તૈયાર છે. આ માટે તેણે મોટા ડાયરેક્ટર સાથે હાથ મિલાવ્યો છે. આ ફિલ્મને પોતે અજય દેવગન પ્રોડ્યૂસ પણ કરશે. જોકે ફિલ્મનું નામ હજુ ફાઈનલ થયુ નથી.
ઉલ્લેખનીય છે કે અજય દેવગને ઉર્મિલા માતોંડકરની સાથે ફિલ્મ ‘ભૂત’માં કામ કર્યુ હતુ. જે હિટ રહી હતી. જે બાદ અજય દેવગને ફિલ્મ ‘કાલ’ કરી જે વર્ષ 2005માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પણ સુપરનેચરલ થ્રિલર હતી. હવે 18 વર્ષ બાદ એક્ટર એકવાર ફરી હોરર-થ્રિલર ફિલ્મ દ્વારા દર્શકોને ડરાવતો જોવા મળશે. આ ફિલ્મ માટે એક્ટરે નિર્દેશક વિકાલ બહલ સાથે પણ હાથ મિલાવ્યા છે.
અત્યારે અજય દેવગન સિંઘમ સિરીઝની ત્રીજી અને રોહિત શેટ્ટી કોપ યુનિવર્સની પાંચમી ફિલ્મ સિંઘમ 3 ને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ 2023માં શરૂ થશે. આ વખતે સિંઘમ 3 માં લેડી સિંઘમ દીપિકા પાદુકોણ હશે. જોકે, હજુ સુધી દીપિકાના પાત્રનો ખુલાસો થયો નથી. સિંઘમ 3 માં અજય દેવગન અને રોહિત શેટ્ટી 11 મી વખત સાથે કામ કરી રહ્યા છે.