જેમાં વિવિધ દેશોમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ શું છે તેનુ ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યુ છે. ભારત માટે તેમાં આકરી ટિપ્પણીઓ કરવામાં આવી છે. અમેરિકાના ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ ઓફિસના વિશેષ રાજદૂત રશદ હુસૈને કહ્યુ હતુ કે, આ રિપોર્ટમાં દુનિયાભરના 200 જેટલા દેશોમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિનુ મુલ્યાંકન કરાવમાં આવ્યુ છે.
રશદ હુસૈનનુ કહેવુ હતુ કે, ભારતની સ્થિતિ અગાઉના વર્ષો જેવી જ છે. ભારતમાં કેટલાક ધાર્મિક નેતાઓએ હરિદ્વાર શહેરમાં મુસ્લિમો સામે ભારે ઉશ્કેરણી જનક અને નફરતી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બાબતની અમે નિંદા કરીએ છે અને ભારતે પોતાની સહિષ્ણુતાની પરંપરા જાળવી રાખવી જોઈએ તેવી અપીલ પણ કરીએ છે.
આ રિપોર્ટમાં ગુજરાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ગત નવરાત્રીના તહેવાર દરમિયાન થયેલી પથ્થરમારાની ઘટના બાદ ચાર મુસ્લિમોને પોલીસ દ્વારા જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. સાથે સાથે મધ્ય પ્રદેશમાં એપ્રિલ મહિનામાં થયેલી હિંસા બાદ મુસ્લિમોના ઘર અને દુકાનો પર બુલડોઝર ચલાવવામાં આવ્યુ હતુ તેની પણ નોંધ લેવાઈ છે. 2002ના ગુજરાતના તોફાનોમાં બિલકિસ બાનો પર રેપના આરોપીઓને છોડી મુકવાની ઘટનાનો પણ ઉલ્લેખ કરાયો છે.
અમેરિકાના આ રિપોર્ટમાં કહેવાયુ છે કે, સપ્ટેમ્બરમાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે મુસ્લિમ સમુદાયના પાંચ પ્રમુખ આગેવાનો સાથે મુલાકાત કરીને તેમની ચિંતા સાંભળી હતી અને મુસ્લિમો તેમજ હિન્દુઓ વચ્ચે સદભાવ કેવી રીતે વધી શકે તે માટે ચર્ચા કરી હતી.
કુલ મળીને રિપોર્ટમાં ભારતમાં લઘુમતીઓ સામેની 20 ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વરિષ્ઠ અમેરિકન અધિકારીએ કહ્યુ હતુ કે, અમેરિકા ઈચ્છે છે કે, ભારત સરકાર સતત હિંસાઓની ઘટનાની નિંદા કરે. સરકારે સાથે સાથે લઘુમતીઓ માટે બેફામ નિવેદનો આપી રહેલા લોકો સામે પણ કાર્યવાહી કરવી જોઈએ.