ઈડી (Enforcement Directorate) એ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ની જોગવાઈઓ હેઠળ રવીન્દ્રન બાયજુ અને તેમની કંપની ‘થિન્ક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડ’ ના કેસમાં બેંગ્લુરુમાં ત્રણ જગ્યાએ દરોડા અને જપ્તીની કાર્યવાહી કરી હતી. તેમાં બે ઓફિસ અને એક ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા.
આ કંપની બાયજુસના નામે પોપ્યુલર ઓનલાઈન એજ્યુકેશન પોર્ટલ ચલાવે છે. તપાસ દરમિયાન અનેક પ્રકારના વાંધજનક દસ્તાવેજો અને ડિજિટલ ડેટા કબજે લેવાયો હતો. ઈડીએ કહ્યું કે કંપનીએ નાણાકીય વર્ષ 2020-21થી તેના નાણાકીય વ્યવહારોની વિગતો તૈયાર નથી કરી. જે ફરજિયાત હોય છે.
આ દરોડામાં એ પણ માહિતી મળી કે કં૫નીને 2011 થી 2023ની મુદ્દત દરમિયાન આશરે 28000 કરોડ રૂ.નું પ્રત્યક્ષ વિદેશી રોકાણ મળ્યું હતું. આ ઉપરાંત કં૫નીએ વિદેશમાં 9754 કરોડ રૂ. મોકલ્યા હતા. વિદેશી પ્રત્યક્ષ રોકાણના નામે આ મુદ્દત દરમિયાન અધિકાર ક્ષેત્ર કંપનીની જાહેરાત અને માર્કેટિંગ ખર્ચના નામ લગભગ 944 કરોડ રૂ. બુક કર્યા હતા જેમાં વિદેશી અધિકાર ક્ષેત્રમાં મોકલાયેલી રકમ પણ સામેલ છે.
ઈડીએ કહ્યું કે કંપની દ્વારા આપવામાં આવેલા આંકડાની વાસ્તવિકતાની બેન્કો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જુદી જુદી ખાનગી વ્યક્તિઓ દ્વારા મળેલી ફરિયાદોના આધારે બાયજુસ વિરુદ્ધ આ તપાસ હાથ ધરવામાં આવી હતી. ઈડી દ્વારા કરાયેલી તપાસ દરમિયાન સંસ્થાપક, સીઈઓ રવીન્દ્રન બાયજુને અનેક સમન્સ જારી કરાયા હતા. જોકે તેઓ હંમેશા ટાળતા રહ્યા અને તપાસ દરમિયાન ક્યારેય હાજર ન થયા. તેના પછી ઈડીએ તેમના ત્રણ પરિસરો પર દરોડાની કાર્યવાહી કરી હતી.