રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ બેન્કો તથા અન્ય નાણાકીય સંસ્થાનોને એ સુનિશ્ચિત કરવા કહ્યું કે વિદેશ ઉપરાંત ઘરેલુ સ્તરે ઈલેક્ટ્રોનિક રીતે મની ટ્રાન્સ્ફર કરવા મામલે પૈસા મોકલનાર અને પૈસા મેળવનાર બંનેની સંપૂર્ણ વિગતો નોંધવામાં આવે.
આરબીઆઈએ KYC સંબંધિત વ્યાપક નિર્દેશોમાં ઓનલાઈન લેવડ-દેવડ સંબંધિત અમુક નવા પોઈન્ટ સામેલ કર્યા છે. આ નિર્દેશો નાણાકીય કાર્યબળ એસટીએફના સૂચનોને અનુરૂપ છે.
ક્રેડિટ-ડેબિટ કાર્ડને મુક્તિ
આરબીઆઈના નવા નિર્દેશો અનુસાર તમામ વિદેશી ઓનલાઈન મની ટ્રાન્સફર કરવા મામલે હવે પૈસા મોકલનાર અને પૈસા મેળવનાર બંનેની સચોટ અને સંપૂર્ણ માહિતી આપવી પડશે. આ નિર્દેશો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે પ્રી-પેઈડ ચૂકવણી સમાધાન (PPI)ના માધ્યમથી ખરીદી માટે કરાતી ઓનલાઈન લેવડ-દેવડ પર લાગુ નહીં થાય.