વૈશ્વિક બજારોના મિશ્ર વલણ વચ્ચે સપ્તાહના અંતિમ દિવસ શુક્રવારે ભારતીય શેરબજાર(Share Market)માં ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ હતી. બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ ડૂબકી લગાવી હતી. પ્રો-ઓપન સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટ્યા હતા. સેશનની શરૂઆત પહેલા સેન્સેક્સ લગભગ 150 પોઈન્ટના નુકસાનમાં હતો. વૈશ્વિક બજારમાં એશિયન બજારોમાં નિક્કી નજીવા વધારા સાથે 29200 ના સ્તર પર જ્યારે કોસ્પીમાં અડધા ટકાની નબળાઈ છે. SGX NIFTY ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો હતો. ઇન્ડેક્સમાં 18,250.5 નું નીચલું સ્તરે જોવા મળ્યું હતું.
આજે માર્કેટમાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે BSEનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ નુકસાનમાં હતો. શરૂઆતના વેપારમાં તે 250થી વધુ પોઈન્ટના નુકસાન સાથે 61,650 પોઈન્ટની નીચે ગયો હતો. નિફ્ટી લગભગ 50 પોઈન્ટના ઘટાડા બાદ 18,220 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. આજના કારોબારમાં સ્થાનિક બજારમાં ઘટાડાની શક્યતા છે.
અદાણીના શેર ઉપર દબાણ
અદાણી-હિંડનબર્ગ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટ આજે 12 મે ના રોજ સુનાવણી કરશે. આ સુનાવણી સેબી(SEBI) સાથે સંબંધિત મામલા સાથે જોડાયેલી છે જેમાં કોર્ટે 2 માર્ચે સેબીને અદાણી ગ્રુપના શેરના ભાવમાંછેડછાડ કરવાના આરોપોની બે મહિનામાં તપાસ કરવા કહ્યું હતું.આ અહેવાલ સાથે આજે અદાણી ગ્રુપના શેર દબાણ હેઠળ છે. આજે શરૂઆતના વેપારમાં અદાણી ગ્રુપના 10માંથી 9 શેર નુકસાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશન ખુલતાની સાથે જ તેમાં લોઅર સર્કિટ લગાવવામાં આવી છે. તે જ સમયે ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર બિઝનેસ શરૂ થતાંની સાથે જ 1 ટકાના નુકસાનમાં હતા.

.