IPL 2023 ની 51મી મેચમાં ટીમ ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડ્યાએ મોટા કૃણાલ પંડ્યાની લખનૌ સુપર જાયન્ટ્સને 56 રનથી હરાવી વિજય મેળવ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં આજે ગુજરાતે લખનૌને 228 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ લખનૌની ટીમ 7 વિકેટનું નુકસાન કરી માત્ર 171 રન જ બનાવી શકી હતી.
આ મેચમાં વિજય મેળવી ગુજરાતે પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કર્યુ.
આ સિઝનમાં લખનૌ સામે ગુજરાતની આ બીજી જીત છે. આ પહેલા લખનૌમાં રમાયેલી લો સ્કોરિંગ મેચમાં ગુજરાતે યજમાન ટીમને 7 રને હરાવ્યું હતું. અને હવે આ મેચમાં વિજય મેળવી ગુજરાતે પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. ગુજરાતના હવે 8 જીત સાથે 16 પોઈન્ટ છે અને પ્લેઓફમાં ટીમનું સ્થાન લગભગ ફાઈનલ થઈ ગયું છે.
IPLમાં પાવરપ્લેમાં ટીમનો આ ત્રીજો સૌથી મોટો સ્કોર છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં આજે 228 રનના લક્ષ્યાંકનો તોડવા લખનૌ સુપર જાયન્ટ્સની શરૂઆત સારી રહી હતી. કેએલ રાહુલની ગેરહાજરીમાં ક્વિન્ટન ડિકોકે કાયલ માયર્સ સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. IPL 2023ની આ ડિકોકની પહેલી મેચ હતી. તેને 8 મેચ બાદ રમવાનો મોકો મળ્યો હતો. ડિકોકે તેનો ભરપૂર ઉપયોગ કર્યો અને પાવરપ્લેમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરી દીધો હતો. અને તેણે અને કાયલ માયર્સે પાવરપ્લેમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 72 રન ફટકાર્યા હતા. આઈપીએલમાં પાવરપ્લેમાં ટીમનો આ ત્રીજો સૌથી મોટો સ્કોર છે.