IPL 2023માં આજે ડબલ હેડર મેચ રમાશે. આજે પ્રથમ મેચમાં બે ચેમ્પિયન ટીમો વચ્ચે થશે. આ મેચ સીઝનની 49મી મેચ રમાશે. ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ બંને ટીમો વચ્ચે બપોરના 3.30 વાગ્યે મેચ શરુ થશે. IPLની 16મી સિઝનમાં બંને ટીમો બીજી વખત સામસામે ટકરાશે.
મુંબઈ ચેન્નઈ સામે ગત મેચનો બદલો લેવા રમશે
આ સીઝનમાં અગાઉ ચેન્નઈ અને મુંબઈની ટીમો વાનખેડે સ્ટેડિયમમાં સામસામે રમી હતી જેમા ધોનીની આગેવાનીમાં ચેન્નઈએ 7 વિકેટે મેચ જીતી હતી. આ સ્થિતિમાં મુંબઈ ચેન્નઈને પોતાના હોમગ્રાઉન્ડમાં બદલો લેવા મેદાનમાં ઉતરશે. જો કે ચેન્નઈ સામે હોમગ્રાઉન્ડમાં જીત સરળ રહેશે નહીં. IPLમાં અત્યાર સુધીની 15 સિઝનમાં આ બંને ટીમો 9 વખત ટ્રોફી જીતી ચૂકી છે. મુંબઈએ પાંચ વખત IPLની ટ્રોફી જીતી છે જ્યારે ચેન્નઈ ચાર વખત ટાઈટલ જીત્યું છે. IPLના ઈતિહાસમાં અત્યાર સુધી આ બંને ચેમ્પિયન ટીમો 35 વખત સામસામે રમી ચૂકી છે જેમાં મુંબઈ 20 વખત જીત્યું છે જ્યારે ચેન્નઈ 15 વખત જીતી છે. જો કે છેલ્લી ત્રણ સિઝનમાં બંને ટીમોએ 3-3 મેચ જીતી છે.
બંને ટીમો વચ્ચે આજે મહત્વપૂર્ણ મેચ રમાશે
ચેન્નઈ અને મુંબઈ વર્ષ 2008થી ચેપોક મેદાન પર 7 વખત સામસામે રમી ચુક્યા છે જેમાં મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લી 5 વખત જીતવામાં સફળ રહી છે. ચેન્નઈએ મુંબઈ સામે આ મેદાન પર માત્ર બે જ મેચ જીતી છે અને છેલ્લે 2010માં અહીં મુંબઈને હરાવ્યું હતું. આ સીઝનમાં ચેન્નઈની ટીમે 10 મેચમાંથી 5 મેચમા જીત મેળવી છે અને એક મેચ ડ્રો રહ્યો છે. આ સાથે ચેન્નઈના કુલ 11 પોઈન્ટ છે. ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. મુંબઈની ટીમ આ સીઝનમાં 9 મેચ રમી છે જેમા 5 મેચમાં જીત મેળવી છે. આ સાથે મુંબઈની ટીમ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબર પર છે. મુંબઈએ છેલ્લી 7 મેચમાંથી 5માં જીત મેળવી છે. આ મેચ બંને માટે મહત્વપૂર્ણ મેચ છે. બંને ટીમો મેચ જીતીને પ્લેઓફમાં પહોંચવા માટે પ્રયાસ કરશે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ચેન્નઈ સુપર કિંગ્સ
ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શિવમ દુબે, અંબાતી રાયડુ/તુષાર દેશપાંડે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (C/wk), દીપક ચાહર, મહિષ તિક્ષ્ણ, મતિષા પરિથાના, તુષાર દેશપાંડે.
મુંબઈ ઈન્ડિયન્સ
રોહિત શર્મા (C), ઈશાન કિશન(wk), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ/કુમાર કાર્તિકેય, તિલક વર્મા, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, પીયૂષ ચાવલા, જોફ્રા આર્ચર, હૃતિક શોકીન, આકાશ માધવાલ/અરશદ ખાન.