ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી કર્યા બાદ યુપીમાં પણ તેને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. જે બાદ હવે ફિલ્મની ટીમ યુપીના સીએમ યોગી આદિત્યનાથને મળી હતી.
આ મીટિંગમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવા બદલ સીએમ યોગીનો આભાર માનવા ઉપરાંત ફિલ્મના મેકર્સ ફિલ્મની સ્ટોરી પર પણ ચર્ચા કરી હતી. નિર્માતા વિપુલ શાહ, નિર્દેશક સુદીપ્તો સેન, ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ની અભિનેત્રી અદા શર્મા બુધવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.
આ ટીમે ફિલ્મ વિશે ચર્ચા કરી હતી. નિર્માતા વિપુલ શાહે સીએમ યોગી આદિત્યનાથને ફિલ્મ જોવા વિનંતી કરી હતી. આ દરમિયાન વીર કપૂર પણ હાજર રહ્યા હતા.
કેરળમાં હિંદુ મહિલાઓના સામૂહિક ધર્માંતરણ અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણીના આધારે ‘ધ કેરળ સ્ટોરી’ની ટીમે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યોગી સરકારના લવ જેહાદ અને ધર્માંતરણને રોકવાના કાયદા અંગે પણ ચર્ચા કરી હતી.
સીએમ યોગી કેબિનેટની સાથે આ ફિલ્મ પણ નિહાળશે. સીએમ ઓફિસથી બે દિવસ પહેલા કરવામાં આવેલા ટ્વીટમાં લખ્યું છે કે, સીએમ યોગી તેમની આખી કેબિનેટ સાથે 12 મે, 2023ના રોજ લખનૌમાં ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ જોશે.