પ્રભાસ સ્ટારર ફિલ્મ સાથે જોડાયેલા અલગ અલગ ફોટો, વીડિયો પણ અત્યાર સુધી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે. આ દરમિયાન ફિલ્મ આદિપુરુષમાંથી સીતા નવમીના પાવન અવસરે કૃતિ સેનને ફિલ્મના પોસ્ટરની સાથે રામ સિયા રામ નો ઓડિયો રિલીઝ કર્યો છે. સોશિયલ મીડિયા પર દર્શકો સમક્ષ મૂકેલા આ ઓડિયો ટીઝરને રિલીઝ કરવા સાથે આના કેપ્શનમાં માતા સીતાનું વર્ણન કરવામાં આવ્યુ છે.
વીડિયો પોસ્ટરને શેર કરતા કેપ્શનમાં કૃતિ સેનને માતા સીતાની નિસ્વાર્થતા અને પવિત્રતાનું વર્ણન કર્યુ છે. તેણે કેપ્શનમાં જય સિયા રામને છ અલગ-અલગ ભાષાઓમાં લખીને આ ઓડિયો ટીઝર શેર કર્યુ. આ ઓડિયો ટીઝર વીડિયો ફોર્મેટમાં છે. જેમાં જોઈ શકાય છે કે જાનકી બનેલી કૃતિ સેનનની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા છે. પ્રભાસ ભગવાન રામના રૂપમાં હાથમાં ધનુષ લઈને ઊભો છે. આ સાથે જ દેવી સીતાના રૂપમાં કૃતિ સેનનનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ આદિપુરુષ 16 જૂને થિયેટર્સમાં રિલીઝ થશે.