આર્મી આર્ટિલરીમાં પ્રથમ વખત પાંચ મહિલા અધિકારીઓને કમિશન આપવામાં આવ્યું છે. ભારતીય સેનાએ સૈન્યની મુખ્ય શાખા આર્ટીલરી રેજિમેન્ટમાં મહિલા અધિકારીઓને મંજૂરી આપીને મહિલાઓની ભૂમિકાનો વિસ્તાર કર્યો છે. ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી ચેન્નાઈ ખાતે આજે સફળ તાલીમ બાદ પાંચ મહિલા અધિકારીઓ આર્ટિલરી રેજિમેન્ટમાં જોડાઈ છે.
The First Batch of Women Officers Commissioned into the Regiment of Artillery of the Indian Army
Five Women Officers today joined the Regiment of Artillery after the successful completion of training at the Officers Training Academy (OTA), Chennai. pic.twitter.com/Wkd8hLk44m
— ANI (@ANI) April 29, 2023
આર્ટિલરીમાં રેજિમેન્ટમાં કમિશન આપવામાં આવેલી આ પાંચ મહિલા અધિકારીઓને તેમના પુરૂષ સમકક્ષ તરીકે સમાન તકો અને પડકારો આપવામાં આવે છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ યુવા મહિલા અધિકારીઓને તમામ પ્રકારના આર્ટિલરી યુનિટમાં પોસ્ટ કરવામાં આવી રહી છે જ્યાં તેમને રોકેટ, મિડિયમ, ફિલ્ડ અને સર્વેલન્સ એન્ડ ટાર્ગેટ એક્વિઝિશન અને પડકારજનક પરિસ્થિતિઓમાં સાધનોને હેન્ડલ કરવા માટે પૂરતી તાલીમ આપવામાં આવશે. પાંચ મહિલા અધિકારીઓમાંથી, ત્રણ ઉત્તરી સરહદો પર તૈનાત એકમોમાં અને અન્ય બે પશ્ચિમમાં પડકારરૂપ સ્થળોએ તૈનાત છે.
આર્ટીલરી રેજિમેન્ટમાં લેફ્ટનન્ટ મહેક સૈનીને SATA રેજિમેન્ટમાં, લેફ્ટનન્ટ સાક્ષી દુબે અને લેફ્ટનન્ટ અદિતિ યાદવને ફિલ્ડ રેજિમેન્ટમાં, લેફ્ટનન્ટ પવિત્રા મૌદગીલને મિડિયમ રેજિમેન્ટમાં અને લેફ્ટનન્ટ આકાંક્ષાનો રોકેટ રેજિમેન્ટમાં સમાવેશ થાય છે. આ સમારોહમાં લેફ્ટનન્ટ જનરલ અદોશ કુમાર, કર્નલ કમાન્ડન્ટ અને આર્ટિલરીના મહાનિર્દેશક, અન્ય મહાનુભાવો અને નવા કમિશન્ડ અધિકારીઓના ગૌરવપૂર્ણ પરિવારના સભ્યો સહિત વરિષ્ઠ લશ્કરી અધિકારીઓએ હાજરી આપી હતી.