સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે ચીનના વિદેશ પ્રધાન લી શાંગફુ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આજે યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક પહેલા રાજનાથ સિંહ દિલ્હીમાં ચીનના વિદેશ મંત્રીને મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2020માં ગાલવાન ખીણમાં ભારત અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે થયેલી અથડામણ બાદ ચીનના વિદેશ મંત્રીની ભારતની આ પહેલી મુલાકાત છે. SCO સંરક્ષણ મંત્રીની આગામી બેઠકમાં પ્રાદેશિક શાંતિ, સુરક્ષા, આતંકવાદ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
માનવામાં આવે છે કે રાજનાથ સિંહ અને લી વચ્ચેની આજની બેઠકમાં વાસ્તવિક નિયંત્રણ રેખાના મુદ્દા પર પણ ચર્ચા થઈ શકે છે. ગયા અઠવાડિયે ભારત અને ચીન વચ્ચે 18મી સૈન્ય સ્તરની બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂર્વ લદ્દાખના ચુસુલ-મોલ્ડો ખાતે થઈ હતી. બંને પક્ષો એ વાત પર સહમત થયા હતા કે સરહદ પર આગામી દિવસોમાં ટકરાવ ન થાય તે માટે એકબીજા વચ્ચે વિશ્વાસ વધારવાના પ્રયાસો કરવામાં આવશે.
રાજનાથ સિંહ 27 અને 28 એપ્રિલે અન્ય દેશોના વિદેશ મંત્રીઓને પણ મળશે. બંને સંરક્ષણ પ્રધાનો વચ્ચે સંરક્ષણ અને પરસ્પર હિત સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે SCO મીટ આજથી દિલ્હીમાં શરૂ થઈ રહી છે. SCOમાં ભારત, રશિયા, ચીન, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, પાકિસ્તાન સામેલ છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ ભારત નહીં આવે. તેઓ વર્ચ્યુઅલ મોડ દ્વારા તેમાં જોડાઈ શકે છે.
બીજી તરફ, SCO સમિટને લઈને ચીનના સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, વિશેષ આમંત્રણ પર સ્ટેટ કાઉન્સિલર અને સંરક્ષણ પ્રધાન જનરલ લી શાંગફુ 27 એપ્રિલે દિલ્હીમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્ય દેશોના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં ભાગ લેશે.
આ બેઠકમાં જનરલ લી સંબોધન કરશે અને સંરક્ષણ અને સહયોગના મુદ્દાઓ પર પોતાના વિચારોનું આદાનપ્રદાન કરશે. જો કે ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે આ બેઠક કેટલાક સકારાત્મક પરિણામ આપે છે કે કેમ તે જોવું રહ્યું.