PM મોદીના કર્ણાટકમાં પ્રચાર દરમિયાન 2018ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં આ વખતના ભાષણોમાં ઘણો ફેરફાર જોવા મળ્યો હતો. આ વખતે કેટલાક નવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તો કેટલાક શબ્દોને ભાષણમાં સામેલ જ નહોતા કર્યા.
પીએમના ભાષણમાં કેવા-કેવા ફેરફારો થયા
આ વખતના ભાષણમાં પીએમ મોદીએ બજરંગ બલીનો ઘણી વખત ઉલ્લેખ કર્યો. કેમ કે કોંગ્રેસ પાર્ટીના કર્ણાટક મેનિફેસ્ટોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અને બજરંગ દળ જેવા સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું વચન આપવામાં આવ્યું હતું અને જેના જવાબમાં પીએમ મોદીએ તેમના ભાષણમાં બજરંગ બલીનો ઘણી વખત ઉપયોગ કર્યો હતો. આ વખતે પીએમ મોદીએ Armed Forcesનો ઉલ્લેખ કર્યો નથી. વર્ષ 2018માં તેમના ભાષણોમાં સર્જિકલ સ્ટ્રાઈક જેવા શબ્દો વધારે બોલાયા હતા. તો આ વખતે તેમના ભાષણમાં Armed Forcesનો કોઈ ઉલ્લેખ જ કર્યો નહોતો.
આ વખતે પીએમે પોતાના ભાષણમાં કર્ણાટકને નંબર વન રાજ્ય બનાવવાની ઘણી વખત વાત કરી. તો બીજી તરફ ડબલ એન્જિન સરકાર જેવા શબ્દોનો ઉલ્લેખ વધારે કરવામાં આવ્યો હતો. પીએમએ તેમના ભાષણમાં જનતાને કેન્દ્ર અને રાજ્યમાં સમાન સરકાર હોવાના ફાયદા વિશે પણ જણાવ્યું.
આ વખતે વડાપ્રધાનના ભાષણમાં ‘સ્પેસ રિસર્ચ’ અને ‘રોકેટ ટેક્નોલોજી’ જેવા શબ્દો આવ્યા. પીએમ મોદીએ તેમના ભાષણમાં ખેડૂતોના કલ્યાણ, મહિલા સશક્તિકરણ અને યુવાનો માટે વધુ તકો સુનિશ્ચિત કરવાની વાત કરી હતી. પીએમએ સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે સરકારના પ્રયાસો પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે એક ભાષણમાં કહ્યું, ડેટા દર્શાવે છે કે તાજેતરના વર્ષોમાં બેંગલુરુ સ્ટાર્ટઅપ્સનું હબ રહ્યું છે.