આ રોડ શો બપોરે 1.30 વાગ્યા સુધી ચાલશે
કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છ. તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટક ચૂંટણી માટે મેગા રોડ શો કરી રહ્યા છે. બેંગલુરુમાં પીએમ મોદીનો રોડ શો સવારે 10 વાગ્યે શરૂ થયો છે. આ રોડ શો બપોરે 1.30 વાગ્યા સુધી ચાલશે. તેમનો રોડ શો 17 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થશે. તેમાં 10 લાખથી વધુ લોકો રોડ શો દરમિયાન હાજર રહે તેવી સંભાવના છે.
બેંગલુરુમાં પીએમ મોદીનો રોડ શો શરૂ
બેંગલુરુમાં પીએમ નરેન્દ્ર મોદીનો રોડ શો શરૂ થઈ ગયો છે. પીએમ મોદીને જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી છે. લોકો રોડ કિનારે મોદી-મોદીના નારા લગાવી રહ્યા છે. પીએમ મોદીને જોવા માટે લોકો ખૂબ જ ઉત્સાહિત છે. લોકો ઢોલના તાલે વડાપ્રધાનની રાહ જોઈ રહ્યા છે. ક્યાંક રસ્તાના કિનારે મંદિરના પૂજારીઓ સાથે મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. ઘણા કાર્યકરો બજરંગબલીના ઝંડા લઈને પહોંચી ગયા છે.

PM Shri @narendramodi holds roadshow in Bengaluru, Karnataka. #NammaBengaluralliNammaModi https://t.co/7VmuIKOcea
— BJP (@BJP4India) May 6, 2023

રોડ શો દરમિયાન કોઈપણ દર્દી કે એમ્બ્યુલન્સને ન રોકવાની સૂચના
બેંગલુરુમાં પીએમ મોદીના રોડ શો માટે ઘણા માર્ગો બંધ કરવામાં આવ્યા છે. પરંતુ પીએમઓ તરફથી સંદેશ છે કે કોઈપણ દર્દી કે એમ્બ્યુલન્સને રોકવામાં ન આવે. તેમના માટે તરત જ રસ્તો ખોલી દેવાની સૂચના આપી દેવામાં આવી છે.