હિન્દુ ધર્મની સેનાના દિક્ષાંત સમારોહમાં આ ઘટના ઘટી છે. કઠલાલ ખાતે આયોજિત સભામાં વડતાલ ધામના સંત અને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ નૌતમ સ્વામી અચાનક ચક્કર આવતા ઢળી પડ્યા હતા. જેમાં વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થઇ રહ્યો છે. ખેડા જિલ્લાના કઠલાલ ખાતે ગતરોજ રવિવારે સાંજે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરિત હિંદુ ધર્મસેના પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સાધુ-સંતો સહિત અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. આ દીક્ષાંત સમારોહમાં નૌતમ સ્વામી પ્રવચન પૂર્ણ કરી ‘જય શ્રી રામ’ના નારા લગાવતા હતા, એ દરમિયાન અચાનક જ સ્ટેજ પરથી ઢળી પડ્યા હતા. જોકે, આસપાસના લોકોએ ઝીલી લીધા હતા. આ બાદ તુરંત સ્વામીના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો હતો.
કઠલાલ શહેરમાં આવેલા કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે ગતરોજ રવિવારે સાંજે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરિત હિંદુ ધર્મસેના પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન હિન્દુ ધર્મસેના કઠલાલ શહેર અને તાલુકા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને મધ્યાહન ભાગમાં અધ્યક્ષ ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ અને વડતાલ ધામના નૌતમ સ્વામી પોતાનું પ્રવચન પૂર્ણ કરી રહ્યા હતા અને અંતમાં જય શ્રી રામના નારા લગાવતા હતા. દરમિયાન એકાએક સ્ટેજ પરથી ઢળી પડ્યા હતા. અચાનક બેભાન થતાં સંતુલન ગુમાવી દીધું હતું. જોકે, તેમને નજીક રહેલા કાર્યકર્તાઓએ ઝીલી લીધા હતા. હવે તેમનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું છે.