સુપ્રીમ કોર્ટે શુક્રવારે યસ બેંક ના સ્થાપક રાણા કપૂરની સામે મની લોન્ડરિંગ કેસમાં જામીન અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ બાબત સમગ્ર નાણાકીય વ્યવસ્થાને હચમચાવી નાખે છે. રાણા કપૂર છેલ્લા ત્રણ વર્ષથી જેલમાં છે.
રાણા કપૂર પર આરોપ છે કે, તેણે પોતાના પદનો દુરુપયોગ પોતાના પરિવારના સભ્યો અને સહયોગીઓને ફાયદો કરાવવા માટે કર્યો હતો. તે લાંચ, ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના આરોપોનો સામનો કરી રહ્યો છે. સીબીઆઈ દ્વારા રાણા કપૂર વિરુદ્ધ પ્રથમ કેસ 2020માં નોંધવામાં આવ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં 8 માર્ચ, 2020 ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી.
Supreme Court refuses to entertain bail plea of Yes Bank founder Rana Kapoor in a money-laundering case against him. Kapoor withdraws bail plea from Supreme Court. SC notes that this case rocked the entire financial system.
(file photo) pic.twitter.com/7VykNOw1Sm
— ANI (@ANI) August 4, 2023
સેબીએ નોટિસ મોકલી છે
સુપ્રીમ કોર્ટે તેમની જામીન અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યા પછી કપૂરે અરજી પાછી ખેંચી લીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલાએ સમગ્ર નાણાકીય વ્યવસ્થાને હચમચાવી દીધી. DHFL મની લોન્ડરિંગ કેસમાં કપૂર માર્ચ 2020 થી જેલમાં છે. માર્કેટ્સ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ જુલાઈના અંતમાં યસ બેન્કના ભૂતપૂર્વ MD અને CEOને નોટિસ મોકલીને ખાનગી ક્ષેત્રના ધિરાણકર્તાના AT1 બોન્ડને ખોટી રીતે વેચવા બદલ રૂ. 2.22 કરોડ ચૂકવવા જણાવ્યું હતું અને ધરપકડની ચેતવણી આપી હતી. જો તે 15 દિવસની અંદર ચુકવણી કરવામાં નિષ્ફળ જશે, તો મિલકત સાથેના બેંક ખાતાઓ જોડવામાં આવશે.