વડોદરાના હરણી વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન સાથે બેંકમાંથી કેવાયસી કરવાના નામે ઠગ ટોળકી એ 9.90 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું બનાવ બનતા સાયબર સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હરણી તળાવ નજીક અમરદીપ હાઈટ્સમાં રહેતા કુલદીપ ચક્રવર્તીએ પોલીસને કહ્યું છે કે, ગઈ તા 12 સપ્ટેમ્બરે એક્સિસ બેન્કના નામે મારા ઉપર ફોન આવ્યો હતો અને બેંક એકાઉન્ટ કેવાયસી નહીં થાય તો એકાઉન્ટ ક્લોઝ થઈ જશે તેવી વાત કરી ઓનલાઇન કેવાયસી કરવાની ઓફર કરી હતી.
ત્યારબાદ ઠગે કહ્યા પ્રમાણે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. થોડીવાર બાદ મારી એફડી ક્લોઝ થઈ ગઈ છે તેઓ મને મેસેજ મળતા શંકા ગઈ હતી. જેથી બેંકમાં તપાસ કરતા મારું એકાઉન્ટ હેક કરી અને ઇમેલ બદલીને ઠગ ટોળકીએ રૂ 9.90 લાખ ટ્રાન્સફર કરી લીધા હોવાનું જણાય આવ્યું હતું. સાયબર છે ને બેંક એકાઉન્ટ ને આધારે તપાસ હાથ ધરી છે.