દક્ષિણ ચીન સમુદ્ર ઉપર પોતાનો ઐતિહાસિક દાવો કરવા સાથે તે વિસ્તાર પર પ્રભુત્વ સ્થપ્યા પછી ચીનની હિન્દ મહાસાગર અને આફ્રિકાના પશ્ચિમ તટ ઉપર પણ નજર બગડી છે. તેટલું જ નહીં પરંતુ હવે તો તે એટલાંટિક મહાસાગર પણ ઓળંગી છેક બ્રાઝિલ અને આર્જેન્ટીના સુધી તેનાં સંશોધન જહાજો મોકલી તે દેશોને પણ પોતાનાં નૌકા મથકો સ્થાપવાની મંજૂરી આપવા દબાણ કરી રહ્યું છે. પરિણામે અમેરિકા ફોર અમેરિકન્સના નારો જગાવનાર યુ.એસ. ધૂંધવાઈ રહ્યું છે.
વાત સીધી અને સાદી છે. પેસિફિક હોય કે એટલાંટિક હોય કે હિન્દ મહાસાગર હોય ચીન તેના શાંત જળમાં વમળો ઉભા કરી રહ્યું છે. પરિણામે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતના બનેલા ક્વોડ સમુહના દેશો સાવધાન બની રહ્યાં છે.
આટલું જ નહીં પરંતુ પોતાનો સોફ્ટ પાવર દર્શાવવા ચીને તે સમુદ્રીય વિસ્તારમાં રહેલા ૧૯ જેટલા સાઉથ ઈડીંયન ઓશન સ્થિત સબસી બેડને મેન્ડરિન (ચીની ભાષા)નાં નામ આપી દીધાં છે, તેણે ૨૦૧૮ થી ૨૦૨૩ મે સુધીમાં ઓછામાં ઓછા ૭૩ જહાજો દ્વારા સંશોધન કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ય ‘ડેટા’ પ્રમાણે ચીનનો ધ્વજ ફરકાવતાં ૭૧૩ વિવિધ જહાજો પૈકી ૧૦ સંશોધન (રીસર્ચ) જહાજો છે. તેમણે ૨૦૧૮માં હિન્દ મહાસાગરમાં સંશોધન અર્થે પ્રવાસો ખેડયા હતા. ૨૦૧૯માં ચીનનો ધ્વજ ફરકાવતાં ૮૨૩ જહાજો પૈકી ૧૪ સંશોધન જહાજો હિન્દ મહાસાગરમાં ઘૂમતા હતા. ૨૦૨૦માં પણ ૮૪૬ પૈકી ૧૪ જહાજો સંશોધન માટે હિન્દ મહાસાગરમાં ઘૂમતાં હતાં. ૨૦૨૧માં ૧૦૦૩ જહાજો પૈકી ૧૬ ૨૦૨૨માં ૯૯૬ જહાજો પૈકી ૧૦ સંશોધન હાજો ચીને હિન્દ મહાસાગરમાં મોકલ્યા હતા અને મે ૧૫, ૨૦૨૩ સુધીમાં જ ચીનનો ધ્વજ ફરકાવતાં પૈકી ૯ સંશોધન જ્હાંજો હિન્દ મહાસાગરમાં ઘૂમે છે.
ચીનનું બેલાસ્ટિક મિસાઇલ ટ્રેકર યુઆન વાંગ-૭, ઓમાનના અરબી સમુદ્ર તટથી થોડે દૂર લંગારવામાં આવ્યું હતું. જ્યારે યુઆન-વાંગ – પ.દ. આફ્રિકાનાં ડર્બનથી થોડે પશ્ચિમે દક્ષિણ એટલાંટિક મહાસાગરમાં લાંગરીને રહેલું છે. આ ઉપરાંત હોર્ન ઓફ આફ્રિકા કહેવાતાં સોમાલિયાની ઉત્તરે જીબુટીમાં ચીને નૌકા મથક સ્થાપ્યું છે. બીજી તરફ પાકિસ્તાનનાં ગ્વાડરમાં પણ તેને નૌકા મથક સ્થાપ્યું છે.
ચીન તેના બેલ્ટ-રોડ-ઈનિશ્યેરિલ દ્વારા ત્રીજા વિશ્વના દેશોનાં બજારો લોનો અને મૂડી રોકાણો દ્વારા કબજે કરી રહ્યું છે.
આ ઉપરાંત તે બ્રાઝિલ અને આર્જેન્ટીના ઉપર પણ નૌકામથક સ્થાપવા મંજૂરી મેળવવા દબાણ કરી રહ્યું છે.
સહજ છે કે ૧૮૨૮થી તે સમયના પ્રમુખ મનરોએ આપેલાં અમેરિકા ફોર અમેરિકન્સના સિધ્ધાંતનો આ રીતે થતો ભંગ યુ.એસ. સહીજ નહીં શકે. જોઈએ ચીન કેટલું તેની કાર્યવાહીમાં સફળ થાય છે તે.