ભારત સામે પાકિસ્તાનને મજબૂત કરવા માટે ચીને પાકિસ્તાનની નૌ સેનાને ફ્રિગેટ પ્રકારના બે નવા યુધ્ધ જહાજો આપ્યા છે.
પાકિસ્તાન દ્વારા શાંઘાઈમાં તેની ડિલિવરી લેવામાં આવી હતી. પાકિસ્તાન પાસે હવે આ પ્રકારના ચાર યુધ્ધ જહાજો છે. જૂન 2018માં ચીન સાથે પાકિસ્તાને આ જહાજો ખરીદવા માટેની ડીલ સાઈન કરી હતી.
ચીનના અખબારના રિપોર્ટ પ્રમાણે આ બંને જહાજોનુ ટીપુ સુલતાન અને શાહજહાં નામ રાખવામાં આવ્યુ છે.
ચીનની યાત્રા પર ગયેલા પાકિસ્તાની નૌ સેના ચીફે કહ્યુ હતુ કે, બંને દેશો વચ્ચે વિશ્વાસ, સન્માન અને પરસ્પર સહયોગનો નવો અધ્યાય શરુ થયો છે.
પાકિસ્તાન અને ચીન વચ્ચે 2016માં પાંચ અબજ ડોલરના શસ્ત્રો માટે કરાર થયા હતા. જે હેઠળ પાકિસ્તાને ચીન 2028 સુધીમાં આઠ ડિઝલ સબમરિનો આપવાનુ છે. જેથી પાકિસ્તાન તેના કટ્ટર દુશ્મન ભારતનો મુકાબલો કરી શકે.
પાકિસ્તાન ચીન માટે તેના મહત્વકાંક્ષી પ્રોજેકટ બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવનુ પણ મહત્વનુ પાર્ટનર છે.