રોપિયન દેશ ફિનલેન્ડના ગ્લેમરસ વડાપ્રધાન સના મરિન ચૂંટણી તો હારી ચુકયા છે પણ તેમના અંગત જીવનમાં પણ ઉથલ પાથલ મચેલી છે.
સના મરિન અને તેમના પતિ વચ્ચે છૂટાછેડા થવાની તૈયારી છે. સના મરિને જાતે સોશિયલ મીડિયા પર જાણકારી આપતા કહ્યુ હતુ કે, અમે 19 વર્ષ એક બીજા સથે રહ્યા છે અને આ માટે અમે એક બીજાના આભારી છે. અમે બંને એક બીજાના સારા મિત્રો છે. આ દંપતીને પાંચ વર્ષની એક દીકરી પણ છે.
સના મરિન છેલ્લા કેટલાક દાયકોમાં ફિનલેન્ડના સૌથી લોકપ્રિય પીએમ પૂરવાર થયા હતા. કોરોના કાળમાં દેશના તેમણે કરેલા સંચાલન માટે તેમના દુનિયામાં વખાણ થયા હતા. ફિનલેન્ડને નાટો સંગઠનમાં સામેલ કરવાના તેમના નિર્ણયની પણ પ્રશંસા થઈ હતી.
ગત ઓગસ્ટ મહિનામાં સના મરિનનો એક પાર્ટીનો વિડિયો ભારે વાયરલ થયો હતો અને વિવાદ વધ્યા બાદ તેમણે ડ્રગ ટેસ્ટ પણ કરાવવો પડ્યો હતો.
જોકે ગત મહિને ચૂંટણીમાં મરિનની સોશિયલ ડેમોક્રેટ્સ પાર્ટીને 200માંથી 43 બેઠકો સાથે ત્રીજુ સ્થાન પ્રાપ્ત થયુ છે. તેઓ 48 બેઠકો મેળવનાર નેશનલ કોએલિશન તથા 46 બેઠક મેળવનાર ફિન્સ પાર્ટી સાથે મળીને સરકાર બનાવવા માટે વાતચીત કરી રહ્યા છે.
37 વર્ષના સના મરિન 2019માં દુનિયાના સૌથી નાની વયના વડાપ્રધાન બન્યા હતા.