શુક્રવારે સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને રાહત આપી હતી અને તેને લઈને ભડકેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યુ છે કે, ઈમરાન ખાન પાકિસ્તાન સુપ્રિમ કોર્ટના લાડકા છે અને આ જ પ્રકારના બેવડા ધોરણો પાકિસ્તાનમાં ન્યાય પ્રણાલિકાના મૃત્યુ ઘંટના કારણ બની રહયા છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઈમરાન ખાનને તરત જ છોડવા માટે આદેશ આપ્યો હતો અને તેમની ધરપકડને ગેરકાયદે ગણાવી હતી.
શાહબાઝ શરીફે કહ્યુ હતુ કે, જ્યારે ઈમરાન ખાન કોર્ટમાં હાજર થયા હતા ત્યારે ચીફ જસ્ટિસે કહ્યુ હતુ કે, તમને જોઈને સારુ લાગ્યુ. જો સુપ્રીમ કોર્ટે પોતાના લાડકાનો પક્ષ લેવાનુ ચાલુ રાખવાનુ હોય તો દેશની તમામ જેલોમાં પૂરેલા ડાકુઓને પણ છોડી દેવા જોઈએ.
શાહબાઝે સવાલ કર્યો હતો કે, આ જ પ્રકારનુ નરમ વલણ મારા ભાઈ અને પૂર્વ પીએમ નવાઝ શરીફ તથા બીજા નેતાઓ પ્રત્યે કેમ સુપ્રીમ કોર્ટે દાખવ્યુ નથી…જેમની ધરપકડ ઈમરાન ખાન પીએમ હતા ત્યારે કરવામાં આવી હતી.