અમેરિકાના પ્રમુખપદની ૨૦૨૪માં યોજાનારી ચૂંટણી અંગે વિવિધ એજન્સીઓ દ્વારા પ્રી-પોલ સર્વે શરૂ થઇ ચૂકી છે. વૉશિંગ્ટન પોસ્ટ એબીસી ન્યુઝ પોલ દર્શાવે છે કે આ તબક્કે તો પ્રમુખ જો બાયડનની લોકપ્રિયતા તદ્દન ઘટી જઈ ૩૬% જેટલી નીચી પહોંચી ગઈ છે. જ્યારે તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ડૉનાલ્ડ ટ્રમ્પ તરફી ૬૪% મતદારો હોવાનું જાણવા મળ્યું છે.
આ ચૂંટણીમાં ફ્લોરિડાના ગવર્નર ‘રોન દ’ સેન્ટીસ પણ ઝૂકાવવાના છે. તેઓને ૪૨% અમેરિકનો પ્રમુખપદ માટે વધુ યોગ્ય ગણે છે. આમ, આ પ્રી-પોલના સર્વેમાં જો બાયડન, ડોનાલ્ડ ટ્રમ્પ એમ. ‘રોન- દે’ સેન્ટીસ કરતા પણ પાછળ છે.
આ અંગે ૩૩ ટકા જ મતદારો માને છે કે, પ્રમુખપદ સંભાળવા માટે બાયડન શારીરિક રીતે સક્ષમ છે. જ્યારે શારીરિક અને માનસિક તેમ બંને રીતે જોતાં માત્ર ૩૪ ટકા મતદારો જ માને છે કે, બાયડન અમેરિકાનું સુકાન સંભાળી શકે તેમ છે.
બાયડનની આટલી નીચી ગયેલી લોકપ્રિયતા માટે વિશ્લેષકો કહે છે કે એક તો તેઓની ૮૦ વટાવી રહેલી વય તેમજ આંતરિક તથા બાહ્ય સ્તરે પણ તેઓની ઢીલી નીતિ તેમજ ઘટી ગયેલી લોકપ્રિયતા માટે કારણભૂત છે. ઘણા તેઓની શારીરિક ક્ષમતા અંગે પણ આશંકા સેવે છે. બીજી તરફ ૭૬ વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પ શારીરિક રીતે તો સક્ષમ છે જ સાથે આર્થિક દ્રષ્ટિએ પણ તેઓ ઘણા સક્ષમ ગણે છે. જ્યારે ૫૪% અમેરિકનો તેમને માનસિક રીતે વધુ સક્ષમ માને છે.
ફ્લોરિડાના ગવર્નર ‘રૉન દે’સેન્ટીસ પણ દેશના પ્રમુખપદની ચૂંટણીમાં ઝુકાવવાના છે તેવું પણ જાણવા મળ્યું છે. આશ્ચર્ય તે છે કે, વોટિંગ એઇજ રિસોન્ડન્ટસ (મતદાર વય સુધી પહોંચેલા ૪૨%એ તેમના ઉત્તરમાં જણાવ્યું હતું કે તેઓ દ’સાન્તીસને બાયડન કરતા વધુ પસંદ કરે છે. આ રીત્રે માત્ર ૩૬ ટકા જ મતદારોનું પીઠબળ મેળવેલા બાયડન, ટ્રમ્પ તથા દ’સાન્તીસ કરતા પણ ઘણા પાછળ રહ્યા છે.
આમ, વિશ્લેષકો ચોવીસની ચૂંટણીમાં ટ્રમ્પ વિજયી થશે તેમ કહે છે. એક આડ વાત વિશ્લેષકો તે વર્ષે જ યોજાનારી ભારતની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો વિજય નિશ્ચિત માને છે.
ત્યારે જો અમેરિકામાં ટ્રમ્પ અને ભારતમાં મોદી આવે તો ચીનની વિશ્વના ‘દાદા’ તરીકેની દાદાગીરી ચાલી શકશે નહીં તે નિશ્ચિત છે. તેમ પણ નિરીક્ષકોનું મંતવ્ય છે.