પીનું પહેલુ ટેબલટોપ એરપોર્ટ ધાર્મિક સ્થળ ચિત્રકૂટની વિંધ્ય પહાડી શ્રેણીમાં બનાવવામાં આવી રહ્યુ છે. જેનુ કામ જોરશોરથી ચાલી રહ્યુ છે. સરકારનું કહેવુ છે કે આ એરપોર્ટ થોડા જ સમયમાં શરૂ થઈ જશે. આ એરપોર્ટની સૌથી ખાસ વાત એ છે કે આને સામાન્ય શહેરોમાં બનાવવામાં આવતુ નથી.
ટેબલટોપ એરપોર્ટ કોને કહેવાય.
ટેબલટોપ એરપોર્ટ ખૂબ ખાસ હોય છે. જેમ કે આના નામથી જ જાણ થાય કે ટેબલટોપ એરપોર્ટ એકદમ કોઈ ટેબલની જેમ હોય છે. વચ્ચે રન વે અને બંને તરફ ખીણ હોય છે. આ માત્ર ત્યાં જ બનાવવામાં આવે છે જ્યાં પહાડ કે કોઈ ઉચ્ચપ્રદેશ હોય. ઉપરથી જોવામાં એરપોર્ટ બિલકુલ કોઈ ટેબલના ટોપ જેવુ લાગે છે. ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં બની રહેલા આ એરપોર્ટમાં લગભગ 146 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સૌથી મોટી વાત એ છે કે આ બુંદેલખંડનું પહેલુ વર્કિંગ એરપોર્ટ હશે. આ એરપોર્ટ સમગ્ર રીતે ભારતીય એરપોર્ટ ઓથોરિટી હેઠળ આવશે. આ એરપોર્ટ પર 20 બેઠકો વાળા પ્લેનને જ ઉડાનની પરવાનગી હશે.
દેશમાં આ સ્થળો પર છે ટેબલટોપ એરપોર્ટ
ટેબલટોપ એરપોર્ટ માત્ર યુપીમાં જ બનવા જઈ રહ્યુ નથી પરંતુ… લેંગપુઈ(મિઝોરમ), શિમલા અને કુલ્લૂ (હિમાચલ પ્રદેશ), પાક્યોંગ (સિક્કિમ), મંગલુરુ (કર્ણાટક), કોઝિકોડ અને કન્નૂર (કેરળ)માં આ પહેલેથી હાજર છે. આ એરપોર્ટ પર કોઈ સામાન્ય પાયલટ લેન્ડ કરી શકતા નથી. આની પર લેન્ડિંગ માટે પાયલટને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે. ટેબલટોપ એરપોર્ટ પર લેન્ડિંગ સરળ નથી, આનો રન વે સામાન્ય એરપોર્ટના રનવે કરતા નાનો હોય છે અને સૌથી વધુ આમાં મુશ્કેલી આવે છે વરસાદ દરમિયાન. કારણ કે વરસાદ દરમિયાન જ્યારે રનવે ભીનુ થઈ જાય છે તો પ્લેન સ્લાઇડિંગનો ડર રહે છે.